વડા પ્રધાન મોદીએ ગુજરાત માટે રૂ.૧ હજાર કરોડની સહાય જાહેર કરી



કેન્દ્ર સરકાર વવ અવાઝોડા માં જીવ ગુમાવનારા વારસને રૂ.૨ લાખ તથા ઈજાગ્રસ્ત ને રૂ.૫૦ હજાર વળતર સહાય આપશે પીએમ એ રાહત પુનહવર્સણની કામગીરી સાથે કોરોના મહામારી ની સ્થિતિ અંગે પણ સમીક્ષ કરી 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હી થી સીધા ભાવનગર આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર હેલિકોપ્ટર માં સાથે રાખી taukte વાવાઝોડા થી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ગીર સોમનાથ ના ઉના, અમરેલી ના જાફરાબાદ, ભાવનગર મહુવા તેમજ દીવ વિસ્તારનો એરિયા સર્વે કર્યા બાદ બપોરે ૩:૦૦ વાગ્યે Ahmedabad airport આવીને પડખે 'gujsel' ના બિલ્ડિંગ માં રાહત અને પુનવર્સણના પગલાં અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં એમને ગુજરાત સરકાર ને તાત્કાલિક રાહત પ્રવુતિઓ હાથ ધરવા માટે રૂ. ૧ હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી સાથે સાથે રાજ્ય માં થયેલા નુકશાનના સર્વે માટે વિવિધ કેન્દ્રીય મંત્રાલયો ના અધિકારીઓની ટીમ મોકલવાની પણ તેમને ખાતરી આપી હતી.

      વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત કેરળ, કર્ણાટક,ગોવા,મહારાષ્ટ્ર,રાજસ્થાન રાજ્યો તેમજ દીવ દમણ અને dadranagar હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોના ચક્રવત્તથી મૃત્યુ પામેલા લોકોના વારસદાર ને રૂ.૨ લાખ તથા ઈજાગ્રસ્ત તો ને રૂ.૫૦ હજાર ની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી, એમને આ તબક્કે એમ પણ કહ્યું હતું કે, ચક્રવાત થી અશર પામેલા તમામ રાજ્યોને કેન્દ્ર સરકાર તાત્કાલિક નાણાકીય સહાય આપશે, જે માટે રાજ્ય સરકારોએ નુકશાનની વિગતો રજૂ કરવી પડશે, જેના આધારે સહાયનો નિર્ણય લેવાશે.

        વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કોરોના મહામારી ની સ્થિતિ અંગે પણ સમિસ્કા કરી હતી તેમજ મહમારીના ઝડપી નિવારણ માટે પગલાં લેવા પણ રાજ્ય સરકાર ને જણાવ્યું.